
રેલવે યાત્રિકો માટે મહત્વની સૂચના!
નોર્થ ઈસ્ટર્ન રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનના ઇન્ટરલોકીંગ કામને લીધે પોરબંદરથી મુઝફ્ફરપુર જતા મુસાફરો માટે યાત્રા માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે:
- તારીખ: 25 એપ્રિલ, 2025
- ટ્રેન નંબર: 19269
- ટ્રેન નામ: પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ
- નવી રૂટ: લખનઊ → બેલ્હાદેવીધામ → પ્રતાપગઢ → વારાણસી → ઓંડિહાર → છપરા → મુઝફ્ફરપુર
રૂટ બદલાયા બાદ નીચેના સ્ટેશનો પર હવે ટ્રેન નહીં ઊભે:
ગોંડા, ગોરખપુર, સિસવા બઝાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપૂધામ મોદિહારી, ચકિયા અને મેહસી
મહત્વપૂર્ણ:
મુસાફરો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવી અનિવાર્ય છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ