ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિવિધ વિભાગોને સમર્થ પોર્ટલ થી સુસજ્જ બનાવવા તાલીમ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં સમર્થ પોર્ટલની કામગીરી સંગીન બને પ્રત્યેક વિભાગની કામગીરી પોર્ટલ પર અપડેટ થાય તે માટે યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં તાલીમ કાર્યશાળા યોજાઇ ગઇ. કાર્યશાળાને દિપ પ્રાગટ્યથી ખુલ્લી મુકતા કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ યુનિ.નાં વિવિધ વિભાગીય વડાઓ અને વહીવટી અધિકારીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે આગામી સમયમાં ગુજરાતની ૧૧ સરકારી યુનિ..નો કોમન એક્ટ લાગુ થવા જઇ રહ્યો છે, ત્યારે સમર્થ પોર્ટલ પર એકત્રીત માહિતી શૈક્ષણિક અને વહિવટી કાર્યમાં સરળીકરણ થશે. બીબાઢાળ પ્રવેશ-પરિક્ષા-પરિણામની સાંકળમાંથી બહાર આવી નવી દીશામાં કાર્ય કરવાની દિશા મળશે. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા અને ભારતને રાષ્ટ્રગુરૂ બને એ દિશામાં પ્રધાનમંત્રીશ્રીનાં માર્ગદર્શનમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે ત્યારે આ કાર્યમાં આપણી સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ સહયોગ પુરો પાડી રહી છે, એવા સમયે શિક્ષક/પ્રધ્યાપક તરીકે આપણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ સજ્જ અને સજ્જન બની રાષ્ટ્રની વિકાસગાથાની પરીકલ્પનામાં સહભાગી બને એ દીશામાં કાર્ય કરીએ. આ પ્રસંગે યુનિ.નાં કુલસચિવ શ્રી ડો. ડી.એચ. સુખડીયાએ સમર્થ પોર્ટલની વિસ્તૃત વિભાવના રજુ કરી હતી. સમર્થ પોર્ટલનાં કો-ઓર્ડીનેટર ડો. નવલ કપુરીયાએ સમર્થ પોર્ટલની ઉપયોગીતા અને તેના લાભો અને કાર્ય સરળીકરણ અંગે વિભાગીય વડાઓને સમજુત કર્યા હતા.

કાર્યશાળામાં સેન્ટર યુનિ.નાં સીસ્ટમ એનાલીસ્ટ શ્રી હિરેન પરમારે યુનિ.વિભાગીય કર્મયોગીઓને સમર્થ પોર્ટલની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

આ તાલીમ કાર્યક્રમમાં લાઇ. સાયન્સ વિભાગનાં પ્રો.(ડો.) સુહાસ વ્યાસ, કોમર્સ ડિપાર્ટમેન્ટનાં વિભાગીય વડા પ્રો.(ડો.) ભાવસિંહ ડોડીયા, સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો) જયસિંહ ઝાલા, ઈતિહાસ વિભાગનાં વડા પ્રો.(ડો) વિશાલ જોષી, રસાયણ શાસ્ત્ર વિભાગનાં વડા પ્રો.(ડો) અતુલ બાપોદરા, અંગ્રેજી વિભાગનાં વડા પ્રો. ફિરોજ શેખ, એકાઉન્ટ વિભાગનાં ડો. કિર્તીબા વાઘેલા, આઇ.ટી.સેલનાં વડા ડો. જિતેન્દ્ર ભાલોડીયા, સ્ટોર વિભાગનાં ડો. જે.પી. ગોોંડલીયા, મીડીય સેલનાં અશ્વિન પટેલ, એસ્ટાબ્લીસમેન્ટ સેલનાં ડો. રાજેશ રવિયા, એન.એસ.એસ. સેલનાં ડો. પરાગ દેવાણી, રમત-ગમત વિભાગનાં સલીમ સીડા, પબ્લીકેશન વિભાગનાં ડો. ઋષિરાજ ઉપાધ્યાય, સેન્ટર ઓફ એકસીલન્સ ફોર વાઈલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝનાં ડો. નિશીથ ધારૈયા સહિત યુનિનાં વિવિધ ફેકલ્ટી અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)