
ગુજરાતી સાહિત્ય ગદ્ય અને પદ્ય શ્રેણીઓ વહેંચાયુ છે, ગુજરાતી સાહિત્યનો સંસ્કૃતિ પર મહત્તમ પ્રભાવ હોય નરસિંહ સમયકાળમાં રસયુગ, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિયુગ ગૂજરાતની ઓળખ રજુ કરે છે.- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી, કુલપતિજૂનાગઢ તા.૧૮, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતી ભવન દ્વારા વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મહાકવિ કાલિદાસ કૃત મેઘદુત્તમાં સાહિત્યમાં ભારતીયતા વિષયે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં ડો.કાજલબેન વૈદ્યએ વાલ્મિકીથી શરૂ કરી છેક કાલિદાસ સુધી આવતા સંસ્કૃત સાહિત્યનો પરિચિત કરાવ્યો હતો. કાલિદાસના આગમનથી સંસ્કૃત સાહિત્યમાં પરિવર્તન અને સમૃધ્ધ સાહિત્યનું રસાળશૈલીમાં કથાવસ્તુ શ્લોકજ્ઞાન સાથે વર્ણન કર્યું હતુ.
રામગીરી પર્વત સાથે રામસિતાનું અનુસંધાન સાથે શ્લોકગાન તેમજ નદીની મહત્તા દર્શાવી રસનિશ્યતિની પ્રક્રિયાની વાત કરી હતી. કાર્યક્રમને સંદેશો પાઠવતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિ સામાજિક ધોરણો અને તકનીકોનો વારસો છે. ભારતની ભાષાઓ, ધર્મો, નૃત્ય, સંગીત, સ્થાપત્ય, ખાદ્યપદાર્થો અને રીતરિવાજો દેશની દરેક જગ્યાએ અલગ-અલગ છે. એમ જ ગુજરાતી સાહિત્ય ગદ્ય અને પદ્ય શ્રેણીઓ વહેંચાયુ છે, ગુજરાતી સાહિત્યનો સંસ્કૃતિ પર મહત્તમ પ્રભાવ હોય પ્રાગ નરસિંહ અને અનુ નરસિંહ સમયકાળમાં રસયુગ, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિયુગ ગૂજરાતની ઓળખ રજુ કરે છે. આજનાં સાહિત્ય વિવેચક ડો. કાજલબેન વૈદ્યએ કવિ કાલીદાસ વિષે વાત કરી જેમા જોઇએ તો કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. જેમને મહાકવિનું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે સાત જેટલી રચનાઓનું સર્જન કરેલ જેમાં ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. કાલીદાસ રચનાઓમાં “મેઘદૂતમ્”, “ઋતુસંહારમ્”, “કુમારસંભવમ્” અને “રઘુવંશમ્” એ ચાર મહાકાવ્યો છે અને “અભિજ્ઞાન શાકુંતલમ્”, “વિક્રમોર્વશીયમ્” તથા “માલવિકાગ્નિમિત્રમ્” નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે.
કાર્યક્રમના બીજા વક્તા ડોઇ ગૌરાંગ જાનીએ “કોણ” નવલકથામાં અસ્તિત્વવાદ આધુનિક ના સંદર્ભે વિશેષ્ વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા ક્યાંથી આવી? આજનું સાહિત્ય આધુનિક કેમ બન્યું? તેની વાત સાથે ગુજરાતી સાહિત્યમાં પગરણ માંડ્યા મધ્યકાળથી ગુજરાતી ભાષાની શરૂઆત થઈ તેના મંડાણ થયા, કાળક્રમે ગુજરાતી ભાષા આવી ત્યાં સુધી વિસ્તરણ કરતાં રસાત્મક શૈલીમાં વ્યાખ્યાન આપ્યું. “કોણ” નવલકથાના સર્જક લાભ શંકર ઠાકરના પરિચય સાથે “કોણ” નવલકથાનું આસ્વાદ કરાવ્યો વાદ એટલે શું? તેની શરૂઆત અસ્તિત્વવાદને જોડતી નવલકથાઓની વાત પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી ભવનના વડા ડો. પારૂલ ભંડેરીએ કર્યુ હતુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)