ભરૂચ
ભરૂચના એક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજી નો વ્યવસાય કરનાર વેપારીએ આદુ લેવા આવેલી બાળકીની શારીરિક છેડતી કરી હોવાના આક્ષેપમાં લોકોએ વેપારીને ઢોર માર માર્યો અને વેપારીનો દીકરો સ્થળ ઉપર આવતા તેને પણ માર મરાયો હોવાનો વિડીયો સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ત્યારે સમગ્ર પ્રકરણમાં શું વેપારીએ ખરેખર બાળકીની છેડતી કરી છે ખરી તે એક પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.
ભરૂચના એક વિસ્તારમાં સાંઈ બાબા ના મંદિર પાસે શાકભાજીની કેબીન મોહંમદ હુસેન હાજી ગુલામ હુસેન શેખ (મહંદમ ચાચા) શાકભાજી નો વેપાર કરે છે અને આ વેપારીએ આદુ લેવા આવેલી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે અને ફરિયાદી મામા એ એવો આક્ષેપ કર્યો છે કે ભાણેજ બાળકી આદુ લેવા જતા શાકભાજી વાળા એ આદુ આપી બાળકીના ડાબા ખભા ઉપર હાથ મૂકી અન્ય અંગો ઉપર હાથ ફેરવતા ભાણી દોડીને મામા પાસે આવી ગઈ હોય અને મામા તથા અન્ય લોકો વેપારીને ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને શાકભાજી વાળાને બાળકી સાથે કરેલા કૃત્ય અંગે ટોકતા શાકભાજી વાળો ગાળા ગાળી અને ઝપાઝપી કરવા લગતા મારામારી પણ થઈ હતી.જેના પગલે પોલીસે શાકભાજી વાળા સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
બાળકીની છેડતી નજરે જોનારાએ મોબાઈલમાં વિડીયો પુરાવાના ભાગરૂપે કેમ ન કર્યો?
બાળકીના મામાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે શાકભાજી વાળો છેડતી કરતો હોવાના કારણે ત્યાં નહિ જઉં તેમ કહેતા ફરિયાદીએ ભાણીને આદુ લેવા મોકલી અને ફરિયાદી નવું મકાન બને છે તેની દિવાલે ઉભો ઉભો જોતો હોય અને શાકભાજી વાળો ભાણીના ટીશર્ટ માં હાથ નાંખી છેડતી કરતો હોય તો આ બનાવને નરી આંખે જોયું હોય તો શું ફરિયાદી પાસે મોબાઈલ ન હતો.પુરાવા ના ભાગરૂપે મોબાઈલમાં વિડીયો કેદ ન કરી શકાય.જેના કારણે શાકભાજી વાળા ઉપર લાગેલા આક્ષેપમાં તથ્ય કેટલું તે પોલીસ માટે તપાસ નો વિષય બન્યો છે.
શાકભાજી વાળા પિતા પુત્રને મારવાના વાયરલ વીડિયોમાં સામાન્ય ફરિયાદ..
શાકભાજીવાળાએ બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપમાં પિતા ઉપર ટોળાએ હાથ સાફ કરી લીધા બાદ શાકભાજી વાળાના પુત્રને પણ ટોળાએ ઢોર માર માર્યો હોવાના વિડીયો વાયરલ થયા હતા જે સમગ્ર મામલે પોલીસે હુમલાખોરો સામે માત્ર એનસી દાખલ કરી સંતોષ માનતા વેપારીના પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.