બનાસકાંઠા
આવનાર 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજનાર છે. જેમાં મોટી સંખ્યામાં દર્શનાાર્થીઓ મા અંબાના દર્શનાર્થે આવવાના છે. હવે ભાદરવી પૂનમના મહા મેળામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુવિધા ને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહા મેળા ને ધ્યાને રાખીને વહીવટી તંત્ર કામે લાગ્યું છે.
શક્તિપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમ નો મહા મેળો શરૂ થનાર છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળા ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળનો હાઇવે માર્ગ એક તરફનો બંધ કરી દેવાયો છે. બીજી તરફનો હાઇવે માર્ગ વાહન વ્યવહાર માટે શરૂ છે. લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાને રાખીને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળ નો એક તરફનો હાઇવે માર્ગ દર્શન પથ ને લઈને બંધ કરી દેવાયો છે. અને ત્યાં દર્શન પથ માટે લોખંડની જાલીઓ લગાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)