ભારતનું પ્રથમ એવું ગણપતિ મંદિર જ્યાં ગણપતિ પોતાના પરિવાર સાથે વિરાજમાન છે.તે અંબાજી મંદિરમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર.

બનાસકાંઠા

આજે ગણેશ ચતુર્થી નો દિવસ છે. ત્યારે દેશભરમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં તમામ ભક્ત ગણેશજીની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગણપતિ મંદિર ની વાત કરી રહ્યા છે જ્યાં ગણપતિ પોતાના સમગ્ર પરિવાર સહિત બિરાજમાન છે. દેવોના દેવ મહાદેવ ના પુત્ર ગણેશજી જે પ્રથમ પૂજ્ય દેવ થી પૂજાય છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી ગણેશ પોતાના સહ પરિવાર સાથે વિરાજમાન છે. પ્રથમ પૂજ્ય દેવ શ્રી ગણેશ કોઈપણ શુભ કાર્ય કરવા પહેલાં શ્રી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેથી કોઈપણ વિઘ્ન અને બાધા દૂર થઈ જાય છે. ભગવાન શ્રી ગણેશ શુભતા, બુદ્ધિ અને જ્ઞાન ના દેવતા છે. ભગવાન શ્રી ગણેશ ના ભાઈ કાર્તિક્ય અને બહેન અશોક સુંદરી છે. તો ગજાનંદ ભગવાન ને બે પત્ની હતી જેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ છે. ભગવાન શ્રી ગણેશ ને પત્ની રિદ્ધિ થી શ્રેમ અને પત્ની સિદ્ધિથી લાભ પુત્ર ની પ્રાપ્તિ થઈ હતી.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક નો પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જ્યાં આ મંદિરમાં ભગવાન શ્રી ગણેશ પોતાના સમગ્ર પરિવાર સાથે વિરાજમાન છે. અને આ મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ડાબી બાજુ સૂંઢ વાળા છે. આ મંદિરમાં ભગવાન શ્રી ગણેશની દિવસમાં બે વાર પૂજા આરતી કરવામાં આવતી હોય છે. અને શ્રી ગણેશને લાડુનો ભોગ પણ ધરાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી ગણેશ ના દર્શન કરવા આવે છે. અને ભગવાન તમામ ભક્તોને મનોકામના પૂર્ણ કરે છે. આજ થી ગણેશ ચતુર્થી નો પ્રારંભ થયો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના લઈને ભગવાન શ્રી ગણેશ જોડે આવે છે અને ભગવાન બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)