જુનાગઢ
આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા નાં અધ્યક્ષસ્થાને સાંજે ૫:૩૦ કલાકે “શ્રી ગિરનાર કમલમ”, શાંતેશ્વર રોડ ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા એ જણાવ્યું હતું કે આગામી ૩૦ તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા જુનાગઢ મહાનગર નાં પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ ની વિશેષ ઉપસ્થિતીમા જુનાગઢ મહાનગરનાં વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાશે જેમાં પ્રદેશ અગ્રણીઓ અને પદાધિકારી, સંગઠન નાં હોદ્દેદારો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
તા. ૩૧/૦૭ નાં રોજ પ્રથમ વખત જુનાગઢ મહાનગરનાં નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણી પરીચય બેઠક માં ઉપસ્થિત રહેશે.ત્યારબાદ વધું માહીતી આપતાં પુનિતભાઇએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ની જુનાગઢ મહાનગર પાલિકામાં ૩૧/૦૭ નાં રોજ પદાધિકારીઓ ની મુદત પુરી થાય છે ત્યારે તેઓ દ્વારા તેમનાં કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કામો થયાં છે અને હાલમાં પણ ઘણા કામો ચાલું છે જેમાં નરસિંહ મહેતા સરોવર ડેવલોપમેન્ટ, વિલીગ્ડન ડેમનો વિકાસ, વાઘેશ્વરી તળાવ નો વિકાસ, હેરીટેજ વોક વે બનાવવો
નરસિંહ વિઘા મંદિરને હેરીટેજ પ્રસ્થાપિત કરવી, નવા 6 આરોગ્ય કેન્દ્રોથી શહેરીજનોના સ્વાસ્થ્ય ની જાળવણી કરવી, 60 વષૅ ઉપરના વુધ્ઘ શહેરીજનોને ઘરબેઠા આરોગ્ય સારવાર મળી રહે તે માટે શ્રવણ કુમાર યોજનાનો પ્રોજેક્ટ, શહેર ના સ્વીમીંગ પૂલ ને રી મોડેલ કરવાનું, યુવાનો અને રમત ગમત પ્રેમીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નુ નિર્માણ, અધતન કિકેટ સ્ટેડિયમ નું નિર્માણ, કાળવા વોકળાની સફાઈ, રેલવે ઓવર બ્રિજનું નિર્માણ કરી ટાફિકલેસ જુનાગઢ બનાવું, પેપરલેસ કોર્પોરેશન તરફ પહેલના ભાગરૂપે ઈ – સરકાર ગવૅમેન્ટ પોટૅલ પર કામગીરીની અમલવારી, ઈન્દેશ્વર ગેઈટ તથા ઈન્દેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ જેવાં અનેક કામો ગતિશીલ છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રમુખ પુનિતભાઈ શમૉ, પ્રદિપભાઈ ખીમાણી, ભરતભાઈ ગાજીપરા, સ્ટેડિગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા, મહામંત્રી મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાદેગરા, મિડિયા વિભાગ નાં સુરેશ પાનસુરીયા, પ્રદેશ હોદેદારો મહાનગર સંગઠન હોદેદારો કોપોરેટરશ્રીઓ વિવિધ મોરચા પ્રમુખ મહામંત્રી વોડૅ પ્રમુખ મહામંત્રી કાયૅકતા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિડિયા સંકલન કેતનભાઈ નાઢા યશ ચુડાસમાએ કર્યું હતું તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.
અહેવાલ : – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ રાજકોટ