જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી,જુનાગઢ મહાનગર ખાતે મંડલ પ્રમુખની પસંદગી અંતર્ગત જુનાગઢ મહાનગર ના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી વનરાજસિંહ ગોહિલનાં અધ્યક્ષતા માં એક પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહાયક ચુંટણી અધિકારીશ્રી વિનુભાઈ કથીરીયા એ જણાવ્યું કે, સંગઠન પર્વ 2024 અંતર્ગત 15 મંડલોના સંગઠન પ્રમુખોની પ્રકિયા દાવેદારી માટે કવાયત હાથ ધરવામાં આવી છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.ત્યારે જુનાગઢ મહાનગર સંગઠન પર્વ ઇન્ચાર્જ શ્રી અરવિંદભાઈ ભલાણી, મોહનભાઈ પરમાર મહાનગર મહામંત્રીશ્રી મનનભાઈ અભાણી, વિનુભાઈ ચાંદેગ્રા, મંડલ પ્રમુખનાં દાવેદારો તથા પ્રેસ મિડિયાનાં મિત્રો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સનું સંકલન મિડીયા વિભાગનાં શ્રી યશ ચુડાસમાએ કર્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)