ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે ₹2,37,600/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી.ની ટીમે તળાજા તાલુકાના પીપરલા વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
દરોડા દરમ્યાન પીપરલા ગામના રસ્તે આવેલ એક અવાવરૂ મકાનમાંથી “ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી” લખેલી કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી, જે ભારતની બનાવટની હતી અને સ્થાનિક વેચાણ માટે ન્હોતી.
મુદ્દામાલમાં મળેલ દારૂ:
ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ વ્હીસ્કી (750ml) – 120 બોટલ – ₹1,32,000/-
ઓફિસર્સ ચોઇસ ક્લાસીક વ્હીસ્કી (750ml) – 96 બોટલ – ₹1,05,600/-
👉 કુલ કિંમત: ₹2,37,600/-
મુખ્ય આરોપીઓ (પકડી પડવાના બાકી):
શૈલેષભાઇ મગનભાઇ બારૈયા
ઋત્વીકભાઇ નટુભાઇ ભટ્ટ – રહે. પીપરલા, તા. તળાજા, જી. ભાવનગર
આ બંને સામે અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડ માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ:
ઈન્સ્પેકટર એ.આર. વાળા
અરવિંદભાઇ બારૈયા
અશોકભાઇ ડાભી
રાજેન્દ્રસિંહ સરવૈયા
તરૂણભાઇ નાંદવા
પ્રવિણભાઇ ગળસર
રાજેન્દ્ર મનાતર
અહેવાલ : સતાર મેતર, ભાવનગર