માળિયા હાટીના નજીક હાઇવે પર આવેલ ગળોદર ના હાટી ક્ષત્રિય સમાજ નો નવયુવાન આર્મી માં ચાલુ સર્વિસ દરમ્યાન તેમનું દેહાવસાન થતા તેમના માદરે વતન લાવાશે,
માળીયા હાટીના ના ગળોદર ગામનો 30 વર્ષીય આર્મી મેન નું અવસાન થતાં સદગતનો મૃતદેહ વતનમાં લાવી પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ હાથ ધરાઇ. નાના એવા ગામમાં શોક નો માહોલ. માળીયા હાટીના ના ગળોદર ગામના હાટી ક્ષત્રિય યુવાન દિનેશકુમાર નાથાભાઈ સિંધવ ઉ વ 32 કે જે ભારતીય આર્મી માં નોકરી કરતો હોય.
યુવાન ની સર્વિસ કૃષ્ણ ભગવાન ની ભૂમિ મથુરા ખાતે ની નોકરી દરમ્યાન તેમનું અવસાન થયું,
હાલ તેમનું પોસ્ટિંગ ભગવાન કૃષ્ણ ની જન્મભૂમિ મથુરા ખાતે હોય જ્યાં ગઈ રાત્રે તેમની અચાનક તબિયત બગડતા સ્થાનિક આર આર હોસ્પિટલ ખાતે ખસેડતા ત્યાં તેમનું મૃત્યુ થયું હતું જેની જાણ આર્મીમાં યુવાન ની રેજીમેન્ટ માં કરતા રેજીમેંટ દ્વારા યુવાન ના મૃતદેહ ને પૂર્ણ આર્મીના નિયમો મુજબ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર માટે યુવાનના મૃતદેહ સાથે આર્મી જવાનો યુવાનના મૃતદેહ સાથે યુવાન ના વતન ખાતે આવતી કાલે તા 17 ના સવારે 6 કલાકે રામવાવ ચોકડી ખાતે પહોંચશે જ્યાંથી હાટી સમાજ નામ યુવાનો તથા સ્થાનિકો દ્વારા આર્મી મેન ને બાઈક અને વાહનોને રેલી સ્વરૂપે આર્મી મેન ના મૃતદેહને તેમના ઘરે લાવી અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે બાદમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે તેવું સ્થાનિકો માંથી જાણવા મળેલ છે, માત્ર 3 હજાર જેટલી વસ્તી ધરાવતા ગળોદર્ ગામ તથા હાટી ક્ષત્રિય સમાજમાં શોક ની લાગણી ફેલાઇ હતી.
અહેવાલ :- પ્રતાપ સીસોદીયા (માળિયા-હાટીના)