ભાવનગરમાં એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂ અને બિયરનો બેગ – કુલ મૂલ્ય રૂ. 2,84,730/-.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા યોજાયેલી દરખાસ્તી રેઇડમાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ અને બિયરના ટીન ઝડપાયા છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ દ્વારા ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારના પ્રવૃત્તિને રોકવા સખત સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે તળાજા વિસ્તારની પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે લક્ષ્મીનગર, ત્રીજા ખાંચામાં રહેતા દિપકભાઇ ચંદુભાઇ ડાભીના મકાન પર રેઇડ કરી, તેમને દારૂના વેચાણમાં ઝડપી પાડ્યો.

કબ્જે કરેલ મુદ્દામાલ

  • લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કી – 180 ML, બોટલ નંગ 950, કિ. રૂ. 2,56,500/-

  • 8 PM સ્પેશ્યલ ગ્રેઇન બ્લેન્ડેડ વ્હીસ્કી – 180 ML, બોટલ નંગ 85, કિ. રૂ. 22,950/-

  • માઉન્ટસ 6000 સુપર સ્ટ્રોંગ બિયર – 500 ML ટીન નંગ 24, કિ. રૂ. 5,280/-

કુલ મુદ્દામાલનો મૂલ્ય – રૂ. 2,84,730/-

આરોપીઓ

  1. દિપકભાઇ ચંદુભાઇ ડાભી, ઉ.વ. 34, લક્ષ્મીનગર, તળાજા, ભાવનગર

  2. કિશન ઉર્ફે ગુંદી હિંમતભાઇ મકવાણા, ઉચડી, તળાજા (પકડવાનો બાકી)

આ મામલે તળાજા પોલીસ સ્ટેશનમાં વિરૂધ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

પોલીસ ઇન્સ. એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ ભરતસિંહ ડોડિયા, અરવિદભાઈ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળચર અને ગંભીરભાઇ પરમાર સહિત સ્ટાફ હાજર રહ્યા હતા.

📍 અહેવાલ – સતાર મેતર, ભાવનગર