ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં **‘નશામુક્ત ભારત અભિયાન’**ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જ અંતર્ગત ભાવનગરમાં ખાસ યુવા સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો હેતુ યુવાનોને ડ્રગ્સની લતમાંથી મુક્ત કરી, નવી પેઢીને આ દૂષણની ઝપેટમાંથી દૂર રાખવાનો હતો.
આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં યોજાયેલા આ અભિયાનમાં અનેક સ્થળોએ યુવાનો એકત્રિત થયા હતા. અહીં હાજર તમામ યુવાનોએ **“વિકસિત ભારત માટે નશામુક્ત યુવા”**નો સંકલ્પ લેતા, ડ્રગ્સનો ત્યાગ કરવાની અને સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ અભિયાનથી ભાવનગરના યુવાનોમાં નશામુક્તિ પ્રત્યે નવી જાગૃતિ ફેલાઈ છે અને સમાજને સ્વસ્થ, સુખાકારી અને પ્રગતિશીલ બનાવવા માટે પ્રેરણાદાયક સંદેશો પહોંચ્યા છે.
📍 અહેવાલ – સતાર મેતર, ભાવનગર