ભાવનગરમાં માધવ દર્શન વેપાર એસોસિયનના વેપારી દુકાનોને સિલ મારવા બાબતે કમિશ્નરને કરી રજૂઆત

ભાવનગર
રાજકોટ અગ્નિકાન્ડ બાદ ભાવનગર મહાનગરપાલિકા સફાળુ જાગી ને ફાયર સેફ્ટી , BU અને NOC ના નામે શહેર ની દુકાનો ને સિલ મારવાનું ચાલુ કર્યું છે ફાયર સેફ્ટી ને લઈને શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવ દર્શન કોમર્શિયલ કોમ્પલેક્ષ ની ૪૦૦ દુકાનો ને રાત્રિ ના સમયે સિલ મારવામાં આવ્યા હતા જેને લઈ રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા આજે મળીને મ્યુનિસિપલ ઓફિસ પોહચ્યા હતા .માધવ દર્શન માં આવેલ ૪૦૦ જેટલી કોમર્શિયલ દુકાનો ને અગાઉ કોઈ પણ નોટીસ વિના સિલ મારી દેવામાં આવ્યા હતા

જેમાં રોષે ભરાયેલા માધવ દર્શન વેપારી મંડળ મ્યુનિસિપલ કમિશ્નર ને રજૂઆત કરી હતી , તેમજ પ્રમુખ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે ૨૪ કલાક માં જો સિલ ખોલવામાં નહી આવે તો સવિનય વેપારી ખોલી સિલ ખોલી નાખશે , સાથે સાથે એમ પણ જણાવ્યું કે ભાજપ , કોંગ્રેસ અને આપ ના શહેર પ્રમુખો નો પણ અમોને સમર્થન છે .

અહેવાલ: સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)