ભાવનગર અને વેરાવળથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપ થી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ

  1. ટ્રેન નંબર 09555/09556 ભાવનગર-બનારસ-ભાવનગર “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 22.01.2025, 16.02.2025 અને 20.02.2025ના રોજ તથા બનારસ સ્ટેશનથી 23.01.2025, 17.02.2025 અને 21.02.2025ના રોજ 2 સ્લીપર અને 2 થર્ડ એસી ક્લાસના વધારાના કોચ લગાવવામાં આવશે.
  2. ટ્રેન નંબર 09591/09592 વેરાવળ-બનારસ-વેરાવળ “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનમાં, વેરાવળ સ્ટેશનથી 22.02.2025ના રોજ અને બનારસ સ્ટેશનથી 24.02.2025ના રોજ 2 વધારાના સ્લીપર ક્લાસ કોચ લગાવવામાં આવશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)