ભાવનગર:
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે ઈસમો હજુ ફરાર છે. પોલીસે કબ્જામાં લીધેલ દારૂની કિંમત અંદાજે ₹3,79,896 થાય છે.
દિલીપભાઈ સુખાભાઈ ગોહેલ નામનો ઈસમ ધ્રુપકા ગામની વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય દારૂ વેચાણ માટે મજૂત રાખી રહ્યો હોવાની બાતમી એલ.સી.બી.ને મળતાં તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા હતા.
કબ્જે કરાયેલા દારૂમાં શામેલ:
ROYAL CHALLENGE PREMIUM WHISKY (750ML અને 180ML)
ROYAL STAG DELUXE WHISKY (750ML અને 180ML)
ALL SEASONS RESERVE WHISKY (750ML અને 180ML)
White Lace Vodka (180ML)
GODFATHER BEER (500ML બિયર ટીન)
કુલ મળેલા વિદેશી દારૂની બોટલ અને બિયર ટીનની કુલ કિંમત ₹3,79,896/- થતી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરાર આરોપીઓ:
રાકેશભાઈ (અમદાવાદ)
રાકેશભાઈનો મિત્ર (અજાણ્યો)
કડક કાર્યવાહી:
આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા, પી.બી. જેબલીયા તથા સ્ટાફના અન્ય અધિકારીઓએ મહત્વની કામગીરી કરી હતી.
પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા માટે વહીવટી કાર્યવાહી હાથ ધરી છે.
📝 અહેવાલ: સતાર મેતર – સિહોર