ભાવનગર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) સતત કામગીરી હાથ ધરી રહી છે. આ જ અભિયાન હેઠળ એલ.સી.બી.ની ટીમે મહુવા તાલુકાના નેસવડ ગામે શ્રાવણીયા તીનપત્તી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારસાહેબ (ભાવનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ તથા જુગારની પ્રવૃતિને પૂરી રીતે નાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપેલ. તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
આ દરમિયાન બાતમી મળી કે, નેસવડ ગામની ગુંડા શેરી નજીક ખુલ્લી બજારમાં ઇલેક્ટ્રોનિક બલ્બના અજવાળામાં કેટલાક લોકો રોકડ રકમ પાના પર લગાવી તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસ ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડતાં પાંચ શખ્સો ઝડપાઈ ગયા.
પકડાયેલા આરોપીઓ:
જેન્તિભાઇ નાનજીભાઇ બાંભણીયા (ઉંમર 25, રહે. ગુંડા શેરી, નેસવડ, તા. મહુવા)
રસિકભાઇ રામજીભાઇ ચૌહાણ (ઉંમર 25, રહે. અશોકનગર, નેસવડ, તા. મહુવા)
અજયભાઇ સવજીભાઇ શિયાળ (ઉંમર 20, રહે. મફતપરા સોસાયટી, રાજુલા, જી. અમરેલી)
કાળુભાઇ ભીમાભાઇ સાંખટ (ઉંમર 29, રહે. મકવાણા શેરી, નેસવડ, તા. મહુવા)
રોહિતભાઇ બાબુભાઇ ભીલ (ઉંમર 20, રહે. અશોકનગર સામે, નેસવડ, તા. મહુવા)
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
ગંજીપત્તાના પાના – 52 નંગ (કિંમત – રૂ. 0)
રોકડ રકમ – રૂ. 14,100/-
કુલ કબ્જે કરાયેલ મુદ્દામાલ – રૂ. 14,100/-
કાર્યવાહી કરનાર પોલીસ સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ભરતસિંહ ડોડિયા, તરૂણભાઇ નાંદવા, ગંભીરભાઇ પરમાર તથા પ્રવિણભાઇ ગળસર કામગીરીમાં જોડાયા હતા.
પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુન્હો નોંધાયો છે.
📍 અહેવાલ – સતાર મેતર, ભાવનગર