ભાવનગર એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બોરડી ગામે શ્રાવણીયા તીનપત્તી જુગારમાંથી 9 શખ્સ ઝડપાયા, રૂ.16,200 નો મુદ્દામાલ કબ્જે.

ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને દારૂના ધંધા સામે પોલીસે ચુસ્ત કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ.સી.બી.) દાઠા પોલીસ સ્ટેશન હદના બોરડી ગામે દરોડો પાડી શ્રાવણીયા તીનપત્તી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (ભાવનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા કડક સૂચના અપાઈ હતી. આ સૂચના અંતર્ગત, પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ દાઠા વિસ્તારના પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે કાર્યવાહી કરવા પહોંચ્યો હતો.


કેવી રીતે ઝડપાયા?

એલ.સી.બી.ને બાતમી મળી હતી કે બોરડી ગામે બગડ નદીના નાળા નીચે ખુલ્લી જગ્યાએ કેટલાક શખ્સો ગોળ બેસીને ગંજીપત્તાના પાના વડે રોકડ પૈસા પર તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસએ સ્થળ પર દરોડો પાડતા 9 ઇસમોને ઝડપ્યા હતા.


પકડાયેલા આરોપીઓ:

  1. મનસુખભાઇ વેલાભાઇ ચૌહાણ (42, મજૂરી, રહે. મોટી જાગધાર, તા. મહુવા)

  2. નરેન્દ્રસિંહ પાતુભા સરવૈયા (35, ખેતીકામ, રહે. બોરડી, તા. તળાજા)

  3. ધીરૂભાઇ વેલાભાઇ ચૌહાણ (40, મજૂરી, રહે. મોટી જાગધાર, તા. મહુવા)

  4. ચંદ્રરાજસિંહ લખુભા સરવૈયા (28, ખેતીકામ, રહે. બોરડી, તા. તળાજા)

  5. અરવિદસિંહ રામભા સરવૈયા (50, ખેતીકામ, રહે. બોરડી, તા. તળાજા)

  6. ચંદ્રપાલસિંહ રણજીતસિંહ સરવૈયા (28, ખેતીકામ, રહે. બોરડી, તા. તળાજા)

  7. મથુરભાઇ હરીભાઇ ચૌહાણ (42, ખેતીકામ, રહે. મોટી જાગધાર, તા. તળાજા)

  8. જયપાલસિંહ લખુભા સરવૈયા (25, રહે. બોરડી, તા. તળાજા)

  9. હિતેન્દ્રસિંહ ભરતસિંહ સરવૈયા (35, ખેતીકામ, રહે. બોરડી, તા. તળાજા)


કબ્જે કરાયેલ મુદ્દામાલ:

  • ગંજીપત્તાના પાના – 52 નંગ (કિંમત: રૂ. 0)

  • રોકડ રકમ – રૂ. 16,200/-
    કુલ મુદ્દામાલ – રૂ. 16,200/-


કાર્યવાહી કરનાર પોલીસ સ્ટાફ:

પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના ભરતસિંહ ડોડિયા, તરૂણભાઇ નાંદવા, ગંભીરભાઇ પરમાર તથા પ્રવિણભાઇ ગળસર કામગીરીમાં જોડાયા હતા.

પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.


📍 અહેવાલ – સતાર મેતર, ભાવનગર