
ભાવનગર (તા. ૧૧ મે):
દેશની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને અને હાલની તંગ પરિસ્થિતિને અનુલક્ષીને, ભાવનગર જિલ્લામાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ અભિયાન હાથ ધરાયું છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના નિર્દેશ મુજબ આ ઓપરેશન અમલમાં મૂકાયું છે.
તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ નામે સજાગ કાર્યવાહી હાથ ધરી છે. આવી જ સંભવિત સ્થિતિને પહોંચી વળવા દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ રહેવું અને સુરક્ષા વધારવી જરૂરી છે.
પેટ્રોલીંગમાં જોડાયેલા દળો:
- SOG, સ્થાનિક પોલીસ, મરીન પોલીસ સ્ટેશન,
- QRT (Quick Response Team)
- BDDS (Bomb Detection and Disposal Squad)
- ડોગ સ્ક્વોર્ડ
મુખ્ય ચેકીંગ પોઇન્ટ્સ:
- પોર્ટ મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર
- ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તાર
- હાથબ, કુડા, કોળીયાક, નિષ્કલંક મહાદેવ, ઘોઘા જેટી
- રો-રો ફેરી સર્વિસના લેન્ડિંગ પોઈન્ટ
આ ઉપરાંત ઘોઘા જેટી પર માછીમાર સમુદાય સાથે મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં પોલીસ દ્વારા માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ કે પ્રવૃત્તિઓ જોવા મળતાં તરત મરીન પોલીસ કે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપવામાં આવી.
વિશેષ કામગીરી:
ઘોઘા જેટી પરથી સરકારી બોટમાં QRTના હથિયારબંધ જવાનો સાથે દરિયાઈ પેટ્રોલીંગ પણ હાથ ધરવામાં આવ્યું, જે દરિયાઈ માર્ગે થતા શંકાસ્પદ પ્રવેશ કે હલચલ સામે સજાગ રહેવાનું સૂચક છે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર