ભાવનગર જિલ્લા કલેકટર દ્વારાચોમાસાની તૈયારીને આખરી ઓપ અપાયો ..

ભાવનગર

ચોમાસા પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ આપવાં જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઇ

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી જરૂરી સૂચનો આપાવમા આવી હતી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું તેમજ ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક કરવામાં આવ્યું હતું .

જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, સુરક્ષિત સ્થળો ચકાસવા, PGVCL, પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લા-તાલુકાએ શરૂ કરવાના કંટ્રોલ રૂમ શરૂ કરવાં જણાવ્યું હતું.ચોમાસા દરમ્યાન તમામ લોકો એ કન્ટ્રોલ રમ ના કોન્ટેક્ટ માં રહેવા જણાવ્યું

આર.કે મેહતા એ કેનાલ – રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતાં હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવાં, ઝાડી-ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવાં, વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાંની સાથે આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી.

PGVCL દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભાં કરવાં તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.મામલતદારઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓને ચોમાસામાં વધુ વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં જે.સી.બી. મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવાં આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાં, જિલ્લામાં સ્થળાંતર થયેલ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો ઉપર ફુડ પેકેટ મળી રહે તે માટેની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ગોઠવવાં પ્લાન તૈયાર કરવાં સૂચનાઓ આપી હતી.

અહેવાલ: સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)