યાત્રિકોની વધતી આવનજાવન અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર રેલવે મંડળ અંતર્ગત ચાલી રહેલી 3 જોડી દૈનિક સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 30 સપ્ટેમ્બર 2025 સુધી જ ચાલવાની હતી. પરંતુ હવે આ ટ્રેનોની અવધિ વધારીને 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી દેવામાં આવી છે.
ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે આ નિર્ણયથી રોજિંદા મુસાફરી કરતા હજારો યાત્રિકોને મોટી રાહત મળશે. કારણ કે આ ટ્રેનો મુખ્યત્વે લોકલ મુસાફરોની રોજબરોજની આવનજાવન માટે અનિવાર્ય બની ગઈ છે.
ટ્રેનોની વિગત નીચે મુજબ છે :
ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ સ્પેશિયલ (ટ્રેન નંબર 09211/09212)
આ ટ્રેન જે અગાઉ માત્ર 30 સપ્ટેમ્બર 2025 સુધી જ અધિસૂચિત હતી, તેની અવધિ લંબાવીને હવે 31 ડિસેમ્બર 2025 સુધી વધારવામાં આવી છે.ભાવનગર – ગાંધીગ્રામ – ભાવનગર સ્પેશિયલ (ટ્રેન નંબર 09216/09215)
ભાવનગરથી ગાંધીગ્રામ જતી અને ગાંધીગ્રામથી ભાવનગર આવતી દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનની સેવા પણ હવે ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.ભાવનગર – ધોલા – ભાવનગર સ્પેશિયલ (ટ્રેન નંબર 09530/09529)
ભાવનગરથી ધોલા જતા તથા ધોલાથી ભાવનગર પરત ફરતા મુસાફરો માટે આ ટ્રેનની ફ્રિક્વન્સી પણ વધારવામાં આવી છે.
આ ત્રણેય ટ્રેનો અનરિઝર્વ્ડ હોવાથી સામાન્ય યાત્રિકોને ટિકિટ સરળતાથી મળી શકે છે. ખાસ કરીને ઓફિસ જનારાઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા વ્યવસાય માટે મુસાફરી કરનારાઓને આ સુવિધા ખૂબ જ મદદરૂપ થશે.
આ નિર્ણયને કારણે ભાવનગર વિભાગના ગામડાં અને શહેરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહેશે. સાથે જ પંડિત દિનદયાળ ઉપાધ્યાય રેલવે વિઝન હેઠળ “સુવિધા, સુલભતા અને સુરક્ષા”ના ધ્યેયને આગળ વધારવામાં મદદ મળશે.
📌 રેલવે વિભાગના આ પગલાને લઈને સ્થાનિક મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે 30 સપ્ટેમ્બરના પછી મુસાફરી મુશ્કેલ બની રહેવાની શક્યતા હતી. હવે ડિસેમ્બર સુધી આ ટ્રેનો ચાલુ રહેતા તહેવારોના સીઝનમાં મુસાફરી વધુ સરળ બની રહેશે.
✍️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ