ભાવનગર ડિવિઝનના વાણિજ્ય વિભાગના કર્મચારીએ પ્રમાણિકતા દાખવીને મુસાફરને ₹8500 પરત કર્યા.

તારીખ 05.02.2025 (બુધવાર)ના રોજ ગાંધીગ્રામ સ્ટેશનથી ટિકિટ લેતી વખતે એક મુસાફર ભૂલથી તેનું એક કવર ટિકિટ કાઉન્ટર પર છોડ઼ીને ત્યાંથી નીકળી ગયો હતો, તે બોટાદનો રહેવાસી હતો. બોટાદ પહોંચ્યા પછી, તેને કવર વિશે ખ્યાલ આવ્યો, ત્યાર પછી તેણે તરત જ બોટાદના રેલવે સ્ટાફની મદદથી ગાંધીગ્રામ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ખબર પડી કે ટિકિટ કાઉન્ટર પર સફેદ રંગનું કવર પડેલું હતું અને તેમાં 500 રૂપિયાની કુલ 17 નોટો હતી. બુકિંગ કાઉન્ટર પર કામ કરતા ચીફ કોમર્શિયલ ક્લાર્ક શ્રી લક્ષ્મણભાઈ ડી. પરમારે તે કવરને સુરક્ષિત રાખી મુક્યું હતું.
સોમવાર 10.02.2025 ના રોજ, મુસાફરે ગાંધીગ્રામ સ્ટેશન પરથી તેના કવર સહિત કુલ ₹ 8,500 પાછા મેળવ્યા. ગાંધીગ્રામ કોન્સ્ટેબલ શ્રી વિકાસ સાંગવાનની હાજરીમાં ચીફ કોમર્શિયલ ક્લાર્ક શ્રી લક્ષ્મણભાઈ ડી.પરમારે મુસાફરને કવર સહિત કુલ ₹8,500 પરત કરી દીધા હતા. કવર સહિત કુલ ₹8,500 પરત મેળવ્યા બાદ મુસાફરે રેલવે પ્રશાસનનો ખુબ-ખુબ આભાર માન્યો હતો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે સંબંધિત કર્મચારીઓની ઉપરોક્ત કામગીરીની પ્રશંસા કરી હતી.

અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)