જૂનાગઢ
વન વિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવેલા ગતિ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર-ધોલા-ઢસા-રાજુલા-મહુવા સેક્શનમાં ચાલતી ટ્રેનોની ગતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે આ સેક્શનમાં ચાલતી ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર થઈ છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. ટ્રેન નં. 22989 બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ ટ્રેનનો 17 જુલાઈ, 2024 થી આગળના આદેશ સુધી, સાવરકુંડલા સ્ટેશન પર આવવાનો સમય 5.23 કલાક ના બદલે 5.42 કલાકનો રહેશે, તેવી જ રીતે સાવરકુંડલાથી મહુવા સુધીના તમામ સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
2. ટ્રેન નં. 22990 મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન 18મી જુલાઈ, 2024થી આગળના આદેશ સુધી મહુવા સ્ટેશનથી 19.15 કલાકને બદલે 18.15 કલાકે ઉપડશે એટલે કે આ ટ્રેન મહુવા સ્ટેશનથી 1 કલાક વહેલા ઉપડશે અને આગળના સ્ટેશનો પર પણ ઢસા સ્ટેશન સુધી સમય માં ફેરફાર થશે.
3. ટ્રેન નંબર 09583 ધોલા-મહુવા એક્સપ્રેસ ટ્રેન 16 જુલાઈ, 2024 થી આગળના આદેશ સુધી ધોલા જંકશન સ્ટેશનથી 17.50 કલાકને બદલે 15.10 કલાકે ઉપડશે અને તેવી જ રીતે મહુવા સ્ટેશને 21.30 કલાકને બદલે 19.45 કલાકે પહોંચશે.
4. ટ્રેન નંબર 09584 મહુવા-ધોલા એક્સપ્રેસ ટ્રેન 17 જુલાઈ, 2024 થી આગળના આદેશ સુધી મહુવા સ્ટેશનથી 7.50 કલાકને બદલે 6.10 કલાકે ઉપડશે અને તેવી જ રીતે ધોલા જંકશન સ્ટેશને 11.15 કલાકને બદલે 10.10 કલાકે પહોંચશે.
5. ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા એક્સપ્રેસ ટ્રેન 16મી જુલાઈ, 2024થી આગળના આદેશ સુધી ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 16.00 કલાકને બદલે 13.10 કલાકે ઉપડશે અને તેથી ધોલા જંકશન સ્ટેશને 17 કલાકને બદલે 14.15 કલાકે પહોંચશે.
આ ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)