ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બોરતળાવ ખાતે કરવામાં આવી

ભાવનગર

ભાવનગર માનગરપાલિકા દ્વારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બોરતળાવ ખાતે કરવામાં આવી હતી , જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ દિવસ ની ઉજવણી કરી હતી.આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી છે.

યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે. આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં બાળકો થી લઈ વૃદ્ધો દ્વારા યોગ કરી ઉજવણી કરવામાં આવી હતી .
બોરતળાવ ખાતે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરત બારડ , કમિશ્નર એન વી ઉપાધ્યાય , સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા દ્વારા દીપ પ્રાગટય કરી યોગ ની શરૂઆત પ્રજાજનો સાથે કરી હતી .

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)