ભાવનગર રેલવે ડિવિઝનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન!!

ભાવનગર: દર વર્ષે 8 માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025 નિમિત્તે 6 માર્ચ, 2025 (ગુરુવાર) ના રોજ પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝન દ્વારા “મહિલા સશક્તિકરણ” પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

📍 કાર્યક્રમ સ્થળ: હોટેલ ક્લાર્કસ કલેક્શન, કાળુભા રોડ, ભાવનગર
🕥 સમય: સવાર 10:30 કલાકે

📢 મુખ્ય હાઇલાઈટ્સ:

પ્રવેશ દીપ પ્રાગટ્ય સાથેડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર અને મહેમાનો
સાંસ્કૃતિક કાર્યક્રમોબ્રહ્મા કુમારીઝ દ્વારા “સુહાના સફર” થીમ પર પ્રેરક પ્રસ્તુતિ
વર્કશોપ: “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર ડો. જીનાલી મોદી (મનોવૈજ્ઞાનિક) દ્વારા સંબોધન
સંગીત: “સુર સાધના ગ્રુપ” દ્વારા પ્રેરક ગીતોની રજૂઆત
વિશિષ્ટ સંબોધન: શ્રીમતી સંતોષી જી (અધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ)

💠 આ પ્રસંગે, ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને મંડળ કચેરીમાં ફરજ બજાવતા તમામ મહિલા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ શ્રીમતી મોનિકા શર્મા (ઉપાધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન) ઉપસ્થિત રહેશે.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ