ભાવનગર રેલવે ડિવિઝન પર “યૌન ઉત્પીડ઼ન નિવારણ” સંબંધિત સેમિનાર યોજાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર ચાલી રહેલા “યૌન ઉત્પીડ઼ન નિવારણ જાગરૂકતા સપ્તાહ” અંતર્ગત 9 ડિસેમ્બર, 2024ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજરની ઑફિસના કોન્ફરન્સ રૂમમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં, ભાવનગર મંડળ અને ભાવનગર વર્કશોપના યૌન ઉત્પીડ઼ન નિવારણ સમિતિના સભ્ય સુશ્રી સુલભા પરાંજપેએ સેમિનારમાં મુખ્ય વક્તા ના ભાગરૂપે યૌન ઉત્પીડ઼ન અધિનિયમ અને કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુશ્રી નીલાદેવી ઝાલાએ પણ પ્રાસંગિક સંબોધનો આપ્યા હતા.9 ડિસેમ્બર, 2013 ના રોજ યૌન ઉત્પીડ઼ન નિવારણ અધિનિયમ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ પસાર થવાને અનુલક્ષીને દર વર્ષે યૌન ઉત્પીડ઼ન નિવારણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેની સ્મૃતિમાં ભાવનગર મંડળ કચેરીના કોન્ફરન્સ હોલમાં મહિલાઓને કાર્યસ્થળે કામ કરતી વખતે પડતી મુશ્કેલીઓ, પુરૂષ કર્મચારીઓ દ્વારા થતી યૌન ઉત્પીડ઼નને રોકવાના પગલાં અને મહિલા સશક્તિકરણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી શ્રી અમરસિંહ સાગર, ડિવિઝનલ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર દીપાલી ગોયલ અને સહાયક કાર્મિક અધિકારી શ્રી બાબુ અગસ્ટીન સહિત મંડળ કચેરીમાં કામ કરતા તમામ મહિલા કર્મચારીઓ અને સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)