ભાવનગર: ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને ધરપકડ કરીને પાસા હેઠળ જુદી જુદી જેલોમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લીશ દારૂ, મિલ્કત અને શરીરસંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા દરખાસ્ત જીલ્લા મેજિસ્ટ્રેટને રજૂ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત માન્ય કરવામાં આવી અને પાસા વોરંટ પર આ આરોપીઓને ઝડપી રવામાં આવ્યા હતા. બાદમાં તેઓને ગુજરાતની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યું છે.
પાસા હેઠળ જેલમાં મોકલાયેલા આરોપીઓના નામ અને સરનામા:
- હરેશ ઉર્ફે જટી રમેશભાઈ વાઘેલા (મધ્યસ્થ જેલ લાજપોર, સુરત)
- રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ઘનશ્યામસિંહ પરમાર (મધ્યસ્થ જેલ સાબરમતી, અમદાવાદ)
- આકાશભાઈ ઉર્ફે બલાડ મનસુખભાઈ પરમાર (ખાસ જેલ, ભુજ)
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા અને તેમના સ્ટાફના હરગોવિંદભાઈ બારૈયા, ઘનશ્યામભાઈ ગોહિલ, રવિરાજસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ, હારિતસિંહ ચૌહાણ, ચંદ્દસિંહ વાળા, બળદેવભાઈ મકવાણા, અલ્ફાઝ વોરા સહિતના કર્મચારીઓએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર