ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ અને બિયર ટીનનો જથ્થો ઝડપ્યો, 80,605 રૂપિયાનું મુદ્દામાલ કબજે

ભાવનગર, 24 એપ્રિલ, 2025
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (L.C.B.)ની ટીમે ભાવનગર શહેરના પ્રેસ રોડ વિસ્તારમાં નકલી અને ગુપ્ત દારૂની હેરફેર માટે દબાવેલા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ અને બિયરના જથ્થાને 80,605 રૂપિયાના મૂલ્ય સાથે ઝડપ્યો છે.

આ ગુરુત્વપૂર્ણ ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સુચના અનુસાર થઈ હતી. બાતમી મળી હતી કે, પુષ્પક અશ્વિનભાઈ મકવાણા, જેને પકડવાની કાર્યવાહી બાકી હતી, પ્રેસ રોડ પર આવેલા મઢુલીમાં, એક શૌચાલયમાં વિદેશી દારૂની હેરફેર કરી રહ્યો હતો.

રેઇડ દરમિયાન, ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલિ પર કંપની સીલપેક બોટલ્સ અને બિયર ટીન્સ મળ્યાં.

કબ્જામાં લેવામાં આવેલ મુદ્દામાલ:

  1. લંડન પ્રાઈડ ઓરેન્જ ફલેવર્ડ વોડકા 750 ML બોટલ (36 બોટલ) – ₹19,080
  2. લંડન પ્રાઈડ ઓરેન્જ ફલેવર્ડ વોડકા 180 ML બોટલ (384 બોટલ) – ₹49,920
  3. રીટઝ રીઝર્વ સુપીરીયર ગ્રેઈન વ્હીસ્કી 180 ML બોટલ (37 બોટલ) – ₹5,365
  4. માઉન્ટ 6000 ઓરીજનલ સુપર સ્ટ્રોગ બિયર 500 ML ટીન (48 ટીન) – ₹6,240
    કુલ મુદામાલ: ₹80,605

ગંગાજલીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટ હેઠળ અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાયેલ છે અને આગળની તપાસ ચાલુ છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:

  • પોલીસ ઇન્સ. એ.આર. વાળા
  • વનરાજભાઈ ખુમાણ
  • જયદિપસિંહ ગોહિલ
  • કેવલભાઈ સાંગા

અહેવાલ: સતાર મેતર, ભાવનગર