ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની મોટી કબજે, બે શખ્સો ધરપકડ

ભાવનગર: ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો સહિત રૂ. ૭૮,૯૦૮/- મૂલ્યના મુદ્દામાલ સાથે બે શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબની દિશામાં કરવામાં આવી છે.

તા. ૦૫ જૂન ૨૦૨૫ના રોજ ભાવનગર, તળાજા પોલીસ વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળતી કે તળાજા સ્થિત જગાભાઈ ગોપનાથ હોટેલ સામે બે શખ્સો કાળા અને લાલ રંગના ચાર થેલાઓમાં પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂની હેરફેર કરી રહ્યા છે.

તપાસ દરમિયાન પોલીસે ઝડપાયેલા શખ્સો આશિફ ઉર્ફે આશિક સદરૂદિનભાઈ જમાણી (ઉંમર ૩૫) અને રણજીતભાઈ હિંમતભાઈ બારૈયા (ઉંમર ૨૭) હોવાનું જાણવા મળ્યું. બંને શખ્સો મહુવા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

તેઓના કબ્જામાંથી ભારતીય બનાવટની “ઓફિસર્સ ચોઈસ પ્રેસ્ટીજ” વ્હીસ્કી ની ૧૩૦ બોટલો અને “ગોવા ટુ ઇન વન ડ્રાય જીન” ની ૯ બોટલો મળી આવી છે, જેની કુલ કિંમત રૂ. ૭૮,૯૦૮/- થાય છે. આ બોટલો પર ‘ફોર સેલ ઈન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલિ’ લખાયેલા સીલ સાથે હતા.

આ શખ્સો વિરુદ્ધ ભાવનગર, તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, તરૂણભાઈ નાંદવા અને પ્રવિણભાઈ ગળસર સહિતની ટીમે કરી છે.

પોલીસ અધિકારીઓએ દારૂ અને જુગારના કેસોમાં કડક કાર્યવાહી કરવાના મંત્રણા આપ્યા છે અને આ પ્રકારની અવૈધ પ્રવૃત્તિઓ પર સખત નજર રાખવાની વાત કરી છે.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર