ભાવનગર રેન્જના મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના સૂચન અનુસાર, ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને વિશેષ ચેકિંગ કામગીરી માટે સૂચના આપવામાં આવી હતી.
આ સૂચન અંતર્ગત તા. 07/08/2025ના રોજ, પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નારી ગામ બસ સ્ટેન્ડ પાસે વોચમાં ઊભા રહ્યા હતા. બાતમી મુજબ, અશોક લેલન્ડ કંપનીનો 12 વ્હીલ ટ્રક (રજી. નં. GJ-04-AW-8008) અમદાવાદ-ધોલેરા તરફથી ભાવનગર તરફ ગેરકાયદેસર પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ લઈને આવી રહ્યો હતો.
ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી નીચે મુજબનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો:
કબ્જે કરેલ મુદ્દામાલ:
IMPERIAL BLUE SUPERIOR GRAIN WHISKY (1 લીટર) – 90 બોટલ, કિંમત ₹1,31,940/-
IMPERIAL BLUE SUPERIOR GRAIN WHISKY (2 લીટર) – 6 બોટલ, કિંમત ₹17,592/-
ROYAL CHALLENGE PREMIUM WHISKY (2 લીટર) – 6 બોટલ, કિંમત ₹20,800/-
KINGFISHER STRONG PREMIUM BEER (500ml) – 68 ટીન, કિંમત ₹12,240/-
BUDWEISER MAGNUM BEER (500ml) – 24 ટીન, કિંમત ₹5,040/-
અશોક લેલન્ડ 12 વ્હીલ ટ્રક – કિંમત ₹12,00,000/-
કુલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹13,87,612/- થાય છે.
પકડાયેલ આરોપી:
મયુરભાઈ ઉર્ફે મયલો શિવુભાઈ ગોહિલ (ઉંમર 39, રહે. મોચી ચોક, હવેલી શેરી, મહુવા, જી. ભાવનગર)
બીજો આરોપી:
અબ્બાસ હસનભાઈ આરી (શાસ્ત્રીનગર, વાધનગર રોડ, મહુવા) — પકડવાનો બાકી
આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કામગીરી કરનાર સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા, પી.બી. જેબલીયા તથા મહેન્દ્રસિંહ સરવૈયા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, અલ્તાફભાઈ ગાહા, હસમુખભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ પંડ્યા.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર