ભાવનગર LCBની સફળ કામગીરી – છેતરપીંડીના ગુનામાં પકડવાના બાકી આરોપી “બિહારી”ને ગારીયાધારથી ઝડપાયો

ભાવનગર,
ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં પકડવાના બાકી આરોપી ઇમ્તિયાજભાઇ ઉર્ફે બિહારી નસીરઅહમદ અંસારીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (ભાવનગર રેન્જ) તથા જિલા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના સખત સૂચન અનુસાર કરવામાં આવી છે, જેમાં નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન ચલાવાયું હતું.

🕵️‍♂️ ઓપરેશનનો ક્રમ:
તા. ૧૨ મેના રોજ LCBની ટીમ પાલીતાણા ડિવિઝનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ગુપ્ત બાતમી મળી કે ગારીયાધાર પો.સ્ટે.ના છેતરપીંડી ગુના કેસનો ફરાર આરોપી હાલ ગારીયાધારના નવાગામ રોડ વિસ્તારમાં હાજર છે.
પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી લીધો અને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગારીયાધાર પોલીસ સ્ટેશનના હવાલે સોંપી આપ્યો છે.

👤 આરોપીનું ઓળખાણ:

  • નામ: ઇમ્તિયાજભાઇ ઉર્ફે બિહારી નસીરઅહમદ અંસારી
  • ઉંમર: ૫૪ વર્ષ
  • સરનામું: રૂમ નં. ૩૦૪, ત્રીજો માળ, ઝમઝમ રેસિડન્સી, નવા ઝાંપો, મહુવા, જી. ભાવનગર

📂 દાખલ ગુના નંબર:

  • ગુ.ર. નં. ૧૧૧૯૮૦૧૯૨૪૦૫૨૫/૨૦૨૪
  • કલમો: IPC 406 (ભરોસાઘાત), 420 (છેતરપિંડી), 120(B) (ષડયંત્ર), 114 (સહાયતા)

👮‍♂️ કામગરીમાં જોડાયેલા પોલીસ સ્ટાફ:

  • માર્ગદર્શન: પોલીસ ઇન્સ્પેકટર એ.આર. વાળા
  • સ્ટાફ: જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટિયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા

📝 આરોપી સામે વધુ તપાસ માટે ગારીયાધાર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

📍 અહેવાલ: સતાર મેતર, ભાવનગર