ભાવનગર રેન્જના આઈ.જી.પી. ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, રેન્જ અને જિલ્લા પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓના ભેદ ઉકેલવા એલ.સી.બી. અને એસ.ઓ.જી. ટીમને વિશેષ કામગીરી માટે સૂચના આપવામાં આવી હતી.
તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન, અલ્કા ગેટ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ નજરે ચડતા તેને અટકાવવામાં આવ્યો. પુછપરછમાં તેનું નામ શકીલ સમીરભાઇ સૈયદ (ઉંમર 24, રહે. વડવા નેરા, ગોસીયા મસ્જિદ બાજુ, જીલન ચાઇનીઝ પોઇન્ટ પાસે, ભાવનગર) હોવાનું બહાર આવ્યું.
તેની પાસેથી મળેલા બે મોબાઇલ ફોન અંગે સંતોષકારક જવાબ ન આપતા, પોલીસે શંકાસ્પદ મિલ્કત તરીકે કબજે લીધા:
એક આછા બ્લુ રંગનો સેમસંગ મોબાઇલ (મોડેલ નં. SM-A536E, IMEI નં. 350115577243126/01 અને 350470407243121/01), કિંમત રૂ. 5,000/-
એક લાલ રંગનો રેડમી મોબાઇલ (મોડેલ નં. REDMI 8, IMEI નં. 869155045947092 અને 869155045947100), કિંમત રૂ. 3,000/-
કુલ મુદ્દામાલ કિંમત અંદાજે રૂ. 8,000/- ગણવામાં આવી છે. આ મુદ્દામાલ સાથે આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.
કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ:
ASI જયરાજસિંહ જાડેજા, HC જયવીરસિંહ ચુડાસમા, HC રાધવેન્દ્રસિંહ ગોહિલ, HC રાજેન્દ્રસિંહ ગોહિલ, PC કિશોરસિંહ ડોડીયા તથા DHC સુરેન્દ્રસિંહ ગોહિલ.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર