મનપા જૂનાગઢ દ્વારા ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરાયું.

જૂનાગઢ

જિલ્લા કલેકટરશ્રી અને જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનરશ્રી/ વહીવટદારશ્રી ડો.ઓમપ્રકાશ દ્વારા હાઇકોર્ટના આદેશ મુજબ ડેપ્યુટી કમિશનરશ્રી ઝાપડાની સૂચના અને સેનીટેશન સુપરિટેન્ડેન્ટશ્રી કલ્પેશ ટોલિયાના માર્ગદર્શન હેઠળ ઇકો ઝોનમાં આવતા ભવનાથ તળેટી વિસ્તાર માં શનિવાર તા.3-08-2024 ના રોજ સાંજે પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું,જેમાં સોનાપુર નજીક ચેક પોસ્ટ ઉપર તેમજ ભવનાથ તળેટી વિસ્તાર માંથી આશરે (૧) એક કિલો જેટલું પ્લાસ્ટિક પકડી રૂ.૫,૯૦૦ પાંચ હજાર નવસો નો દંડ ફટકારવામાં આવેલ.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)