જૂનાગઢ,તા.૪ જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી ૨૦૨૫ માં સમાવિષ્ટ વોર્ડ નંબર ૧ થી ૪ મત વિસ્તારમાં ક્ષેત્રમાં આદર્શ આચાર સંહિતાની ફરિયાદો બાબતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે,
જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧ થી ૪ ના મતવિસ્તાર આદર્શ આચારસંહિતાના ભંગ બદલની આવતી ફરિયાદો માટે તાલુકા સેવાસદન, પ્રથમ માળ, સરદારબાગ, જૂનાગઢ (શહેર) ખાતે ટેલિફોન ફેક્સ નંબર – (૦૨૮૫) ૨૬૩૬૫૯૫ ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો હોવાનું કરેલ જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧ થી ૪ ના ચૂંટણી અધિકારી શ્રીચરણસિંહ ગોહિલ ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)