મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા વિવિધ યોજના હેઠળના કેમ્પ દ્વારા ૨૧ નવેમ્બર થી આજ દિન સુધીમાં ૧૪ કેમ્પ દ્વારા વિનામૂલ્યે ૧૪૪૪૬ શહેરીજનોને લાભ અપાયો.

જૂનાગઢ દ્વારા આજ તા:૨૯/૧૧/૨૦૨૪ ના રોજ વોર્ડ નં.૧૩ ડૉ.આંબેડકર ભવન,શ્રી નગર સોસાયટી,મધુરમ બાયપાસ પાસે અને વોર્ડ નં.૧૧માં રેડ ક્રોસ સોસાયટી,જુનાગઢ ખાતે ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. શહેરીજનોનું આયુષ્યમાન કાર્ડ રીન્યુ કરવાનું હોઈ તે ૪૮ કલાક પહેલાના આવકના દાખલા વડે રીન્યુ કરી આપવામાં આવ્યા હતા.આ તકે બીપી અને ડાયાબીટીસની મફત તપાસ કરી આપવા માટે કેમ્પ પણ રાખવામાં આવેલ.તેમજ અતિ બીમાર લોકોને મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા ઘરે મુલાકાત લઇ કાર્ડ ઇસ્યુ કરી આરોગ્યલક્ષી યોજનાઓના લાભ આપ્યા હતા.

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)