જૂનાગઢ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા શહેરમાં તા:૦૫/૧૦/૨૦૨૪ના રોજ સેનીટેશન શાખા દ્વારા માર્કેટ યાર્ડ દોલતપરા થી ઝાંઝરડા ચોકડી સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં આવેલ આશીર્વાદ ટ્રેડિંગ (કરિયાણા)ની દુકાન, રામેશ્વર ટ્રેડિંગ (કરિયાણા)ની દુકાન, જલારામ ઘૂઘરા, ભેરુનાથ આઇસ્ક્રીમ, ફોઝી ફાસ્ટફૂડ, સુરતી પાઉંભાજી, આઇશ્રી ખોડિયાર ફૂડ, આયાત પાન, ઉત્સવ શાકભાજી, અમર હોટેલ, શિવમ પાણીપુરી, કચ્છી દાબેલી, શ્રી રામ ફાસ્ટફુડ, પટેલ પાઉંભાજી, દાતાર ગાઠીયા, રમેશભાઈ ભંગારના વેપારી પાસેથી ૨ (બે) કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરી ન્યુસન્સ ચાર્જ પેટે રૂ.૭,૦૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા,જૂનાગઢની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઈવ કાર્યરત રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)