જૂનાગઢ
મહાનગર પાલિકા, જૂનાગઢના માન. કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા નાં માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેરના સરગવાડા, જુનાગઢ. વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી રહીમભાઈ હાજીભાઈ નોઇડા તા. ૧૪/૧૦/૨૦૨૪ બપોરે ૦૨:૧૫ કલાકે ઢોરને ખવડાવવા માટે પોતાની બોલેરો ગાડી નંબર GJ-12-AT-1857 માં ઘાસચારો વેચતા હતા. તેથી શ્રી રહીમભાઈ હાજીભાઈ નોઇડા અંદાજે ઉમર વર્ષ ૪૫ મો.૮૧૬૦૨૪૨૪૪૯ રહે. સરગવાડા, જુનાગઢ તેમજ જુનાગઢ શહેરના ધારાગઢ રોડ, ભરડાવાવ પાસે, જુનાગઢ. વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી અરુણભાઈ રાઘવભાઈ મોકરિયા તા.૧૪/૧૦/૨૦૨૪ બપોરે ૦૧:૫૨ કલાકે ઢોરને ખવડાવવા માટે પોતાની બોલેરો ગાડી નંબર GJ-32-T-2063 માં ઘાસચારો વેચતા હતા.
આમ બંને વેપારીઓ સામે જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જુનાગઢના જાહેરનામાંનો ભંગ કરેલ હોય ભારતીય નાગરિક સુરક્ષા ૨૦૨૩ ની કલમ-૨૨૩ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમનીકલમ-૧૩૧ મુજબ આ લેખિત ફરિયાદ રજીસ્ટરે લઈ ફોજદારી અને પોલીસ રાહે કાર્યવાહી કરવા માટે એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી.આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)