મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા રીકવરી ઝુંબેશ-ર૦ર૪/ર૫ અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી કરાઈ.

જૂનાગઢ

જુનાગઢ મહાનગપાલિકાના કમિશનરશ્રી ડો.ઓમપ્રકાશ સાહેબની સુચના અનુસાર મિલકતવેરા વસુલાત શાખા ધ્વારા વર્ષ.ર૦ર૪/ર૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી નીચે મુજબ કરવામાં આવી.

ઘણા લાંબા સમયથી બાકી લ્હેણી રકમવાળી ૮ મિલકતોને સીલ કરેલ છે તથા રૂા.૫.૦૧ લાખની વસુલાત કરવામાં આવેલ છે.

જુનાગઢ મહાનગરપાલિકાની યાદી જણાવે છે કે,જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ ધ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જુનાગઢ મહાનગરપાલિકાની ઘરવેરા શાખા ધ્વારા આવી મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં મિરેકલ કોમર્સિયલ મોતીબગ , મધુરમ કોમ્પ્લેક્સ તળાવ સ્ટ્રીટ અને સહયોગ ચેમ્બર તળાવ સ્ટ્રીટ મળી કુલ ૮ મિલ્કતોને સીલ કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

1 માલિક હસ્તક મિરેકલ કોમર્સિયલ સેન્ટર ફોર્થ ફ્લોર મોતીબાગ, રૂ. ૨૯૯૮૬૦/-
2 એ.બી.સી.કોર્પો.ના ભાગીદારો ઇકબાલ ઉસ્માનભાઈ ગરના મધુરમ કોમ્પ્લેક્સ ફોર્થ ફલોર ઓફિસ રૂ. ૧૬૦૮૨૭
3 એ.બી.સી.કોર્પો.ના ભાગીદારો ઇકબાલ ઉસ્માનભાઈ ગરના મધુરમ કોમ્પ્લેક્સ ફોર્થ ફલોરખૂણાઉપરની ઓફિસ રૂ.૧૦૭૧૨૬
4 મનસુખભાઈ પટોલીયા, સહયોગ ચેમ્બર ફોર્થ ફ્લોર દૂ.નં.૧૧ રૂ.૧૧૫૩૭૫
5 રસિકભાઈ રાજા, સહયોગ ચેમ્બર ફોર્થ ફ્લોર દૂ.નં.૧૪ રૂ.૧૨૦૫૪૩
6 કિશોરભાઇ રૂપાપરા મારુતિ મેડિકલ સ્ટોર,સહયોગ ચેમ્બર ફોર્થ ફ્લોર દૂ. નં.૧૭ રૂ.૧૦૭૭૨૯
7 સહયોગ ચેમ્બર ફોર્થ ફ્લોર દૂ.નં.૧૮ રૂ.૨૪૮૬૭૬
8 રાજેશભાઇ ગઢીયા, સહયોગ ચેમ્બર ફોર્થ ફ્લોર દૂ.નં.૨૪ રૂ.૧૧૧૩૨૮

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)