મહાનગરપાલિકા દ્વારા નરસિંહ મહેતા સરોવરની બાજુ માંથી પસાર થતા રોડ શહીદ સ્મારક ગાર્ડનથી એચ.પી.પેટ્રોલ પંપ સુધી બંધ કરવા જાહેરનામું

.

જૂનાગઢ મહા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ નરસિંહ મહેતા સરોવરને ડેવલોપમેન્ટ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. જેમાં સરોવર ની ફરતે રોડ ડેવલોપમેન્ટ વર્ક ચાલુ કરવાનું થતું હોય,આ કામગીરી દરમ્યાન રોડ પરથી પસાર થતાં રાહદારીઓ/વાહન ચાલકોની સલામતી ન જોખમાય તથા કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી નરસિંહ મહેતા સરોવરની બાજુમાંથી પસાર થતા રોડ શહીદ સ્મારક ગાર્ડનથી એચ.પી.પેટ્રોલ પંપ સુધી બંધ કરવા મહાનગરપાલિકા, જુનાગઢ ના કમિશનરશ્રી ડૉ. ઓમ પ્રકાશ(આઈ.એ.એસ.) દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ ની કલમ-૨૩૬(૧) થી મળેલ અધિકારની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેની શહેરીજનોએ નોંધ લેવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)