મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પશુ ઉછેર કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ની મુલાકાત

મહામહિમ રાજ્યપાલશ્રી, ગુજરાત રાજ્ય આચાર્ય દેવવ્રતજીએ પશુ ઉછેર કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢની મુલાકાત લીધેલ, આ મુલાકાત દરમ્યાન કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરનાં કુલપતિશ્રી ડૉ. એન. એચ. કેલાવાલા ઉપસ્થિત રહેલ. આ મુલાકાત દરમ્યાન રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પશુ ઉછેર કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. એમ.ડી. ઓડેદરા સાથે પશુ ઉછેર કેન્દ્ર ખાતે થતી વિવિધ સંશોધન, વિસ્તરણ અને શિક્ષણની પ્રવૃતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અંતે તેમણે ગીર ગાયની ઉત્પાદકતા વધારવા અંગે માર્ગદર્શન આપેલ તથા ગીર ગૌવંશની જાળવણી તથા સુધારણા કરવા બદલ પશુ ઉછેર કેન્દ્ર, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢની કામગીરીની સરાહના કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)