મહાશિવરાત્રી મેળાના વૈજ્ઞાનિક અભ્યાસથી ભવિષ્યમાં સુધારાની તકો!

જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી ૨૫ સંશોધક વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦૦ લોકોના પ્રતિભાવો મેળવાયા

જૂનાગઢ જિલ્લાના મહાશિવરાત્રી મેળા પર પ્રથમવાર વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાયો, જેને શ્રદ્ધાળુઓ અને વેપારીઓએ વધાવી લીધો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૨૫ સંશોધક વિદ્યાર્થીઓ દ્વારા ૪૦ પ્રશ્નોની પ્રશ્નાવલીના માધ્યમથી ૨૦૦૦ લોકોથી પ્રતિભાવો એકત્રિત કરાયા.

વિશ્લેષણ દ્વારા ભવિષ્યમાં મેલાની સુવિધાઓ સુધારાશે
જિલ્લા વહીવટી તંત્ર અને સંશોધક ટીમ દ્વારા મેળાની વ્યવસ્થા, આર્થિક ગતિવિધિઓ, વેપાર, રોજગારી અને પર્યટનના મુદ્દાઓ પર અભ્યાસ કરાયો. સંશોધનમાં પ્રાપ્ત માહિતીના આધારે આગામી વર્ષોમાં મેળાને વધુ સુવ્યવસ્થિત અને શ્રદ્ધાળુઓ માટે સુખદ બનાવવા ઉપયોગી નીવડશે.

વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પણ ખાસ અનુભવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા નવીન શાહના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસ હાથ ધરાયો. સંશોધક સોલંકી રાજેશએ જણાવ્યું કે, “ક્લેક્ટરશ્રીએ વૈજ્ઞાનિક અભ્યાસની જે પહેલ કરી છે, તે ભવિષ્યમાં મેળાને વધુ આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા મદદરૂપ થશે.”

મહાશિવરાત્રી મેળાની સંશોધન પ્રક્રિયાને લોકોએ પણ વધાવી લીધી
વિષ્લેષણના આધારે ભવિષ્યમાં શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને સંકળાયેલાઓ માટે વધુ શ્રેષ્ઠ વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે.

અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ