માંગરોળમાં પ્રાચીન નાગનાથ મહાદેવ મંદિરે સવારથીજ ભાવિકોની ભારે ભીડ ઉમટી.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ અતિ પ્રાચીન નાગનાથ મહાદેવ મંદિરે આજે સવારથીજ ભાવિ ભકતોની ભારે ભીડ ઉમટી પડી હતી અને નાગદેવતા ની વિશેષ પુજા અર્ચના પ્રસાદ ધરી નાગપંચમી ની ઉજવણી કરાઈ હતી

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યુ છે તેમા આજે નાગપંચમી નો મોટો તહેવાર હોય ત્યારે માંગરોળ બહારકોટ વિસ્તારમાં આવેલ સૌથી જુનુ એક માત્ર અતિપ્રાચીન નાગ્યા વિજ્યાબાપા શ્રીનાગનાથ મંદિરે સવાર થીજ નાગદેવતાની પુજા અર્ચના દર્શન કરવા દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.

ખાસતો આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં મહીલાઓ દ્વારા નાગદેવતાને પ્રસાદ સ્વરૂપે ફણગાવેલા કઠોળ શ્રીફળ દૂધ બાજરીના લાડુ સહિતની પ્રસાદી ધરાવી પોતાના બાળકો અને પરિવારની સુખ શાંતિ સલામતી માટે નાગદેવતાને પ્રાર્થના કરી હતી સાથે નાગનાથ મહાદેવ ની વિશેષ પુજાઅર્ચના સાથે દર્શન કરી નાગપંચમી ની ઉજવણી કરાઈ હતી

નાગદેવતા ની વિશેષ પુજા અર્ચના પ્રસાદ ધરી નાગપંચમી ની ઉજવણી કરાઈ

માંગરોળના આ અતિપ્રાચીન નાગનાથ મંદિરે શ્રાવણ માસના દર સોમવારે વિષેશ મહાઆરતી કરવામાં આવે છે ત્યારે આજના નાગપાંચમ ના પવિત્ર દિવસે પણ સવાર સાંજ વિષેશ પુજા મહાઆરતીનો આયોજન કરાય છે જેનુ પણ બહોળી સંખ્યામાં ભાવી ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)