માંગરોળમાં રાણા સમાજ દ્વારા શ્રી હરસિધ્ધી તેમજ ખોડીયાર માતાજી નો 20મોં પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી કરાઇ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રાણા સમાજનુ અતિપૌરાણિક હરસિદ્ધી માતાજીનુ મંદિર ગોલારાણા વિસ્તારમા ભોંયરામાં આવેલ હતુ જે મંદિર વર્ષમા એકજ વખત શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખોલી માતાજી ની આરાધના દશઁન કરવાની પરંપરા રહી હતી ત્યારબાદ ૨૦૦૫ માં માતાજીના સ્થાનને બદલી માત્રી વિસ્તારમા નુતન મંદિરના નિર્માણ સાથે વર્ષોજુની આ પરંપરાને જાળવી રાણા સમાજ દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામા આવી રહ્યો છે ત્યારે આજે હરસિધ્ધી માતાજી તથા ખોડીયાર માતાજીના 20મા પાટોત્સવ અવસરે ધજાઓ સાથે ભવ્ય શોભાયાત્રા, રાસગરબા તેમજ સાંજે વિશાળ સંખ્યામાં રાણાસમાજના ભાઈઓ બહેનો અને મહેમાનોની ઉપસ્થિતીમાં ૫૦૧ દિવડા પ્રગટાવી સમુહ મહાઆરતી નુ ભવ્ય આયોજન કરાયુ હતુ.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાણા યુવક મંડળના પ્રમુખ વિજયભાઇ રાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું,

અહેવાલ :- પ્રકાશ લાલવાણી માંગરોળ (જુનાગઢ)