માંગરોળ એસ.ટી બસસ્ટેન્ડમાં કાળઝાળ ગરમીમાં પંખાઓ બંધ હોવાથી પેસેન્જરો પરેશાન.

જૂનાગઢઃ

માંગરોળ એસટી ડેપોમાં છેલ્લા ઘણાં સમયથી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને હાલ ખાસતો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેસેન્જરોને પંખાની સુવિધા નહીં મળતા પેસેન્જરો ગરમીમાં સેકાઇ રહ્યા છે.

જ્યારે બીજીતરફ વાત કરીએ તો છેલ્લા ઘણાં સમયથી માંગરોળ એસટી ડેપોમાં અમુક સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે.

હાલ માંગરોળ ડેપોની હાલત જુવોતો ચારેબાજુ પંખાઓ વળી ગયેલ હાલમાં જોવા મળે છે ત્યારે આ ઉપરથી સાબીત થાય છે કે છેલ્લા ઘણાં સમયથી પંખાઓ બંધ છે હાલતો એસટી બસસ્ટેન્ડમાં કાળઝાળ ગરમીમાં પંખાઓ બંધ હોવાથી પેસેન્જરો પરેશાન ભોગવી રહ્યા છે ત્યારે આ બાબતે પેસેન્જરોને ક્યારે સુવિધાઓ મળશે તેતો જોવાનું રહ્યું.

રીપોર્ટર :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)