માંગરોળ ખારવા સમાજ દ્વારા 17મા ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયો, 20 યુગલોના પ્રભુતામાં પગલા.
જુનાગઢ
જુનાગઢ જિલ્લાના માંગરોળ સમસ્ત ખારવા સમાજ દ્વારા 17મા સમુહ લગ્નનુ ભવ્ય આયોજન કરાયુ જેમાં બંદર વિસ્તારના રામલીલા મેદાન ખાતે 20 નવદંપતિઓ ની જોડીઓએ પ્રભુતા મા પગલા માંડ્યા. ખારવા સમાજ આયોજિત આ ભવ્ય સમુહ લગ્નોત્સવ માં સવારે મંડપ રોપણ વિધિ તેમજ સાંજે બંદર વિસ્તારમાં એક સાથે 20 વરઘોડાઓ ડીજે ના તાલે નાચતે ઝૂમતે લગ્ન મંડપ સુધી પહોચ્યા હતા તેમજ વર્ષો ની પરંપરાગત મામાઓ પોતાની ભાણેજ નો હાથ પકડી લગ્ન મંડપ સુધી પહોચાડી સુખમય લગ્ન જીવન ના આશીર્વાદ આપ્યા હતા.
સમાજમાં એકતા જળવાઈ રહે સાથે સમાજના લોકો લગ્ન પાછળ મોટો ખર્ચ કરી આર્થિક રીતે ખર્ચાય નહી તેવા ઉમદા હેતુ સાથે આ સમૂહ લગ્નોત્સવ નું આયોજન થાય છે,
આ ભગીરથ પાવન અને કલ્યાણકારી કાર્યમા ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, વેલજીભાઈ મસાણી, દામોદરભાઈ ચામુંડીયા,જમનાદાસ વંદુર, ખીમજીભાઈ પરમાર, તુલસીભાઇ ગોસીયા, જીતેશભાઈ ખોરાવા સહીત મુંબઈ ખારવા સમાજ ના પટેલ સચિનભાઇ ભદ્રેસા, ચોરવાડ ખારવા સમાજ ના પટેલ બાબુભાઈ ચોરવાડી તેમજ પોરબંદર વેરાવળ સહિત અનેક બંદરો માંથી ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખારવા યુવા મિત્રમંડળો દ્વારા સુંદર આયોજન યોજી સમુહ લગ્ન મહોત્સવને સફળ બનાવેલ હતો તેમજ આ સમુહ લગ્નોત્સવ માં દિકરીઓને પુરતો કરિયાવર પણ આપવામાં આવેછે સાથે સમુહ લગ્નમાં જોડાનાર દરેક નવયુગલ જોડીને બેંકની ફિક્સ ડિપોઝિટની રસીદ આપવામા આવેછે. ખાસ તો માંગરોળ ખારવા સમાજ દ્વારા સતત વર્ષ 2000 થી નવદંપતિનુ લગ્ન જીવન સુખી સંપન્ન નિવડે એ માટે HIV અને થેલેસેમિયા ટેસ્ટ પણ કરાવવામાં આવેછે
આ અવસરે સમુહલગ્નમાં જાયંટસ ગૃપના ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનંદિબાપુ, વિશ્વ હિન્દુપરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, નિલેશભાઈ રાજપરા સહીત સામાજિક રાજકીય ધાર્મીક સંસ્થાઓના અનેક આગેવાનો સહીત વિશાળ સંખ્યામાં ખારવા સમાજના લોકોએ ખાસ હાજરી આપી નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી આશિર્વાદ આપ્યા હતા સમુહ લગ્નોત્સવના અવસરે સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન જાણીતા ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ…
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ, જુનાગઢ)