માંગરોળ નગરપાલિકાના આઠ વોર્ડના ચુટણીનુ મતદાન શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ.

જુનાગઢ જિલ્લા માંગરોળ નગરપાલિકા ની ચુંટણી પુર્ણ થતા આઠ વોર્ડ ની બત્રીસ બેઠકો માટે 97 ઉમેદવારોના ભાવી ઇવીએમ માં કેદ.
માંગરોળમા આવેલ કુલ 46 મતદાન મથકો પર 67.20% મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા ઇવીએમ મશીન સીલ કરી સ્ટ્રોંગ રુમમા પોલીસ બંદોબસ્ત તૈનાત કરી આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા ની દેખરેખ હેઠળ કેદ કરવામા આવેલ, 

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઇ સવારથીજ મતદારોનો ઉત્સાહ સાથે લોકશાહી પર્વની ઉજવણી કરવા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો જોવામળી હતી માંગરોળમાં સવારે સાત વાગ્યે મતદાન શરુ થતા મોટી સંખ્યામાં લોકો તેમજ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત તમામ ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દિવસ દરમિયાન તમામ બુથો પર પોલીસ બંદોબસ્ત અને તંત્રના સુંદર વ્યવસ્થા સાથે શાંતિ પૂર્ણ મહોલમાં સંપન્ન થયા . મતદાન દરમિયાન બે મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન બગડયા ની ફરીયાદ આવતા તંત્ર દ્વારા તાત્કાલિક બીજા ઇવીએમ ની વ્યવસ્થા કરાઇ હતી બીજા કોઈપણ અનિચ્છનીય બનાવ બનેલ નથી આ ચુટણીમાં હાલ દરેક પક્ષના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે પરંતુ સત્ય ખબર તારીખ આવતી કાલે એટલે કે તારીખ 18/2/25 ના રોજ મતગણતરી એ જ સાચી હકીકત ની ખબર પડશે…

રિપોર્ટર,પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)