માંગરોળ બંદરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીયો નાબુધી રસીકરણ કાર્યક્રમ યોજાયો.

જુનાગઢ

માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ની ઉપસ્થિતીમાં જન્મ થી ૫ વર્ષનાં બાળકો ને પોલિયોનાં ૨ ટીપા પીવડાવી પોલિયો નાબૂદી અભિયાન કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યુ હતુ.

પોલીયો દિવસ અંતર્ગત આરોગ્ય ટીમ દ્વારા શહેર અલગ અલગ બુથ વિસ્તારોમાં 0 થી પાંચ વર્ષ ના બાળકોને પોલીયો રસીના બે ટીપા પીવડાવી બાળકોને પોલીયો રોગથી સુરક્ષિત બનાવ્યા હતા.

ત્યારે બંદર વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ પોલીયો નાબુધી રસીકરણ કાર્યક્રમ યોજાયો આ અવસરે ડો. વાઘેલા સાહેબ અને આરોગ્ય ટીમ તેમજ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખોરવા, મહાવીર માછીમાર મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)