જુનાગઢ
જુનાગઢ જિલ્લાના માંગરોળ સિંધી સમાજમાં તારીખ ૨૩ જુલાઈથી ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ચાલીસા વ્રતની શુભ શરૂઆત થઈ હતી જે બાદ ૪૦ દિવસ સુધી સિંધી સમાજના વ્રતધારી પરિવારોમાં ચાલિયા મહોત્સવ ના અનુષ્ઠાન માં પુર્ણ મર્યાદા સાથે નીતનેમ સાથે રોજ પૂજા અર્ચન તેમજ માંગરોળ સિંધી સમાજના નેજા હેઠળ શ્રીઝુલેલાલ મંદિર ખાતે મહિલાઓ દ્વારા દરરોજ સાંજે સત્સંગ ભજન પલ્લવ મહાઆરતી સાથે ભક્તિમય આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારે આજે 41માં દિવસે સમગ્ર સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલ ના ચાલિયા મહોત્સવની સમાપ્તિ અવસરે પવિત્ર જ્યોત અને વ્રતની મટકીઓ સાથે પગપાળા યાત્રા આયોલાલ ઝુલેલાલના ના નાદ સાથે વાજતે ગાજતે મટકીયાત્રા ઝુલેલાલ મંદિરથી પ્રારંભ કરી મુખ્ય બજાર લીમડાચોક સુધી અને ત્યારબાદ બંદરના દરિયા કાંઠે સૌ ધર્મપ્રેમી જ્ઞાતિજનો દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલજીની આસ્થાએ ઝૂલે તેરા ઝંડા-અમર તેરી જ્યોતનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. અંતે સૌ મળી વિધી વિધાન સાથે દરિયા કાંઠે મોટી સંખ્યમાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ઇષ્ટદેવ ની ભક્તિમાં જોડાઈ આરતી પલ્લવ બાદ ચાલિયા સાહેબ ની મટકી અને પુજ્ય જ્યોત સાહેબ ને દરીયાદેવ ના જલમાં પરવાન કરી ચાલીસા મહોત્સવ ની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી આ તકે સિંધી સમાજ પ્રમુખ નાનકરામ સોમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી, સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી , સુનીલભાઈ કોટક, પ્રકાશભાઈ તન્ના, દિલીપભાઈ ટીલવાણી સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યા માં નાના ભૂલકાઓ સહિત વ્રતધારી ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા અને ચાલીસા વ્રતની શાસ્રોતક વિધિ કરી વ્રતની સમાપ્તિ કરી હતી.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)