
માણાવદર, તા. ૨૫ એપ્રિલ:
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા થયેલા નિર્દોષ નાગરિકોના નરસંહારની સમગ્ર દેશમાં ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે માણાવદર શહેર પણ આ ઘટનાને લઈને સજ્જડ બંધ અને ઉગ્ર વિરોધ સાથે ગૂંજી ઉઠ્યું.
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બપોરે ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી માનાવદર શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું. શહેરની તમામ દુકાનો, શાકમાર્કેટ અને મેડિકલ સ્ટોર્સ પણ બંધ રહીને આંતકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાયો.
આ તકે સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી શોકમય માહોલ વચ્ચે મૌનાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આંતકવાદીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. હજારો નગરજનો પોતાની ઉપસ્થિતિ દ્વારા આતંકવાદ અને તેને પુષ્ટિ આપનારા તત્ત્વો વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
માણાવદરના નગરજનોની મોટી સંખ્યાએ શાંતિપૂર્ણ અને ગંભીર રીતે શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદના જડમૂળ નાશ માટે મજબૂત કાર્યવાહી થાય તેવી માગણી ઉઠાવી.
અહેવાલ: ભીમભાઈ ગરેજા, માણાવદર