માધવપુર ખાતે સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જયુટ પ્રોડકટ ઉધમીની તાલીમ અપાઈ

પોરબંદર એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્રારા માધવપુર ગામે ૨૪ બહેનોને આત્મ નિર્ભર બનાવવા માટે જયુટ પ્રોડકટ ઉધમીની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ તાલીમમાં ગેસ્ટ ફેકલ્ટી (માસ્ટર ટ્રેનર) તરીકે શ્રીમતી નિશાબેન સુખડીયાએ ટ્રેનિંગ આપવામાં આવી હતી. તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ થતા સર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતાં આ તકે એસ.બી.આઈ. આરસેટી – પોરબંદરના નિયામક શ્રી રમેશ ચંદ મીના તથા સ્ટાફ ખાસ ઉપસ્થિત રહયા હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)