ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે લોક સંવાદ કાર્યક્રમ અને પ્રાકૃતિક ખેતીની જાગૃતિ શિબિરમાં પધારેલ ત્યારે માનનીય રાજ્યપાલ સાહેબ સાથે અબુંજા સિમેન્ટના શ્રી સંજય વશિષ્ઠ, શ્રી ઉમાશંકર ચૌધરી, તથા અબુંજા ફાઉન્ડેશનના શ્રી દલસુખ વઘાસિયા અને કેવિકેના શ્રી રમેશ રાઠોડે શુભેચ્છા મુલાકાત કરી તે દરમ્યાન જિલ્લા કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેલ.
માનનીય રાજ્યપાલ સાહેબે અબુંજા સીએસઆર દ્વારા કરવામાં આવતી કામગીરી ને બિરદાવી હતી અને આવતા સમયમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે માસ્ટર ટ્રેનર બનાવવા, ગૌશાળામાં ઘન જીવામૃત બનાવવા અને ગામોના કલસ્ટર બનાવી કામ કરવા સૂચન કરેલ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)